Add parallel Print Page Options

સુલેમાંનના અમલદારો

સમગ્ર ઇસ્રાએલ પર રાજા સુલેમાંન રાજય કરતો હતો. તેના અમલદારો નીચે પ્રમાંણે હતા:

સાદોકનો પુત્ર અઝાર્યા યાજક હતો.

શીશાના પુત્રો અલીહોરેફ તથા અહીયાલ પત્રકારો હતા.

અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો.

યહોયાદાનો પુત્ર બનાયા લશ્કરનો સરસેનાધિપતિ હતો.

સાદોક તથા અબ્યાથાર યાજકો હતા.

નાથાનનો પુત્ર અઝાર્યા રાજયપાલોનો વડો હતો.

યાજક નાથાનનો પુત્ર ઝાબૂદ રાજાનો મિત્ર હતો.

રાજમહેલની બાબતોનો વ્યવસ્થાપક અહીશાર હતો;

અને આબ્દાનો પુત્ર અદોનીરામ વેઠ મજૂરોનો અધિકારી હતો.

ઇસ્રાએલમાં બાર પ્રશાસક હતા અને દરેક જણ રાજાના પરિવાર માંટે અનાજ પુરું પાડતા હતા. દર વર્ષે દરેક પ્રશાસક એક મહિનાનું અનાજ પૂરું પાડતા હતાં. એ બાર પ્રશાસકનાં નામ નીચે પ્રમાંણે છે:

બેનહૂર એફ્રાઈમના પહાડી પ્રદેશનો પ્રશાસક હતો.

બેન-દેકેર માંકાશ, શાઆલ્બીમ, બેથશેમેશ અને એલોન બેથહાનાનનો પ્રશાસક હતો.

10 બેન-હેશેદ અરૂબ્બોથ, સોખોહ અને હેફેરના બધાં પ્રદેશોનો પ્રશાસક હતો.

11 નાફોથ પહાડી પ્રદેશ પર બેન-અબીનાદાબ પ્રશાસક હતો. તે સુલેમાંનની પુત્રી, રાજકુંવરી ટાફાથને પરણ્યો હતો.

12 અહીલૂદના પુત્ર બાઅનાએ તાઅનાખ તથા મગિદ્દો, અને સારથાનની બાજુમાં યિઝએલ તળે આખા બેથશઆનમાં પ્રશાસક હતો, તેણે બેથશઆનથી છેક આબેલ મહોલાહ અને યોકમઆમની પેલી પાર સુધી શાસન કર્યું.

13 બેનગેબેર રામોથ ગિલયાદ, મનાશ્શાના પુત્ર યાઈરના ગિલયાદમાં આવેલ ગામો તથા બાશાનમાંનો આગોર્બ પ્રદેશ પર પ્રશાસક હતો. આમાં કાંસાના સળીયાં અને દીવાલો વાળા સાંઇઠ મોટાઁ નગરો પણ સમાંયેલા હતા.

14 ઇદ્દોના પુત્ર અહીનાદાબ માંહનાઇમનો પ્રશાસક હતો.

15 અહીમાંઆસ નફતાલીનો પ્રશાસક હતો અને તે સુલેમાંનની પુત્રી બાસમાંથને પરણ્યો હતો.

16 હૂશાયના પુત્ર બાઅનાઅ આશેર અને બઆલોથનો પ્રશાસક હતો.

17 પારૂઆહના પુત્ર યહોશાફાટ ઇસ્સાખારનો પ્રશાસક હતો.

18 એલાના પુત્ર શિમઇ બિન્યામીનનો પ્રશાસક હતો.

19 ઉરીના પુત્ર ગેબેર ગિલયાદનો પ્રશાસક હતો, એ ભૂમિનો જેના પર અમોરીઓનો રાજા સીહોન અને બાશાનનો રાજા ઓગ એક સમયે રાજ્ય કરતાં હતાં યહૂદામાં ત્યારે એક જ પ્રશાસક હતો.

20 યહૂદા અને ઇસ્રાએલ સમુદ્ર કિનારે રહેલી રેતીની જેમ લોકોથી ભરેલા હતાં અને તેઓ પાસે ખાવાપીવાનું પુષ્કળ હતું અને સુખી હતાં.

21 સુલેમાંન રાજા યુફ્રેતિસ નદીથી પલિસ્તીઓના દેશ સુધી તથા દક્ષિણે મિસર સરહદ સુધીના સમગ્ર પ્રદેશ પર શાસન કરતો હતો. આ પ્રદેશના તાબેદાર લોકો સુલેમાંનને ઉપહાર આપતા હતા. સુલેમાંનના જીવનકાળ દરમ્યાન તેઓ તેમને આધીન રહેતા હતા.

22 રાજમહેલમાં વસનારાં રાજવી કુટુંબીના રોજીંદા ખોરાક માંટે 30 માંપ મેંદો, 60 માંપ લોટ, 23 તબેલામાં ચરાવેલા દસ ગોધા, અને ચરાણમાં ચરાવેલા 20 ગોધા, 100 ઘેટાં અને અવારનવાર હરણ, સાબર, કાળિયાર અને પુષ્ટ પક્ષીઓ રાજાના રસોડામાં પૂરાં પાડવામાં આવતાં હતા.

24 રાજા સુલેમાંને ફ્રાંત નદી પેલે પારના વિસ્તારમાં છેક તિફસાહથી તે ગાઝા સુધી શાસન કર્યું. ત્યાંના બધા રાજાઓ પર તેણે રાજ કર્યું, અને તેના રાજયમાં સર્વત્ર શાંતિ હતી. 25 સુલેમાંનના સર્વ દિવસો સુરક્ષા ભરેલાં હતાં જે બધાંને, દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇસ્રાએલના બધાં લોકો જેઓ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે રહેતાં તે લોકોને અપાઇ હતી.

26 સુલેમાંન પાસે રથોના ઘોડાઓ માંટે 40,000 તબેલા હતા અને 12,000 રથ ચાલકો હતા. 27 પોતાને ભાગે આવેલા માંસમાં સુલેમાંન રાજાને તથા સુલેમાંનને ત્યાં જમવા આવનાર સઘળાંને ખોરાક પૂરો પાડતો હતો; દરેક અધિકારી એક મહિના માંટે ખોરાક પૂરો પાડતો હતો. તેઓ કોઇપણ વસ્તુ છોડી મૂકવા માંગતાં નથી. 28 તેઓ, પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાંણે, પોતાના ઘોડાઓને માંટે તથા રાજાના ઘોડાઓ માંટે જવ તથા સુકુ ઘાસ મોકલતા હતા.

સુલેમાંનનું ડહાપણ

29 દેવે સુલેમાંનને ઘણું ડહાપણ તથા વિવેકબુદ્ધિ તથા સમુદ્ર કિનારે રહેલી રેતીની જેમ વિશાળ સમજણશકિત આપ્યાં હતાં. 30 મિસર તથા પૂર્વના દેશોના મહાન જ્ઞાનીઓને ઘણું જ્ઞાન હતું પરંતુ તે સુલેમાંનના ડહાપણથી ઓછું હતું. 31 એથામ એઝ્હી તથા માંહોલના પુત્રો હેમાંન, કાલ્કોલ, અને દાર્દા જ્ઞાનીઓ હતાં પરંતુ તેમના કરતાં સુલેમાંન અધિક જ્ઞાની હતો. આજુબાજુની પ્રજાઓમાં તેની કીર્તિ પ્રસરેલી હતી. 32 તેણે 3,000 કહેવતો અને 1,005 ગીતોની રચના કરી હતી.

33 સુલેમાંને લબાનોનના દેવદાર વૃક્ષથી માંડીને દીવાલોમાંથી ઉગતા ઝુફાના વૃક્ષો બાબત જ્ઞાન આપ્યું. સુલેમાંને પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારા પ્રાણીઓ તથા માંછલીઓ વિષે જ્ઞાન આપ્યું. 34 જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાઓએ સુલેમાંનના જ્ઞાન વિષે સાંભળ્યું હતું, તેઓ તેની જ્ઞાનની વાતો સાંભળવા આવતા હતા.